कृष्णं वन्दे जगद्गुरु

वसुदेवसुतं देवं कंस चाणूर मर्दनम
देवकी परमानंदम कृष्णं वन्दे जगद्गुरु

वसुदेव सुतं – માનવકી / પ્રકૃતિનું મનન કરો.
વસું એટલે પૃથ્વી તેના દેવ અને તેમના પુત્ર શ્રીકૃષ્ણ છે. પૃથ્વી એટલે પ્રકૃતિ અને અનંત વિષયોનો ભંડાર ( આ પ્રકૃતિ એ પ્રભુનું સર્જન છે તેથી તેના તરફ સૌન્દર્યની પૂજનીય નજર હોવી જોઈએ.) આ પૃથ્વી માહેલા વિષયોની સાથે શ્રીકૃષ્ણ રમ્યા છે. તેમને વિષયોને છોડ્યા કે તરછોડ્યા નહિ અને તેમને જકડયા કે પકડ્યા પણ નહિ પણ આ પૃથ્વીના વિષયોને રમાડ્યા છે. જેમ નાનું બાળક મો માં ગોળી રમાડે ને તેનો સ્વાદ માને તેમ શ્રીકૃષ્ણે (બાળલીલાઓ માંની એક લીલામાં બતાવ્યું છે તેમ) સમગ્ર વિશ્વને પોતાના મુખમાં બતાવ્યું છે. આમ શ્રીકૃષ્ણ જગત કરતા મોટા છે. તેથી આખા જગતના ગુરુ છે. એમ આપણાં ઋષીઓ કહે છે .
कंस चाणूर मर्दनं- દાનવકી / વિકૃતિનું હનન કરો.
જેમ આપણે ખેતરમાં સારો પાક ઉગાડીએ તો જોડે નિંદામણ – ઘાસ પણ ઉગે છે . આ સારા પાકના રક્ષણ માટે આ નિંદામણને ઉખેડી કાપવું પડે છે કે તેનો નાશ કરવો પડે છે. તેમ સંસ્કૃતી એટલે ગુણોનું આરોપણ કરવું અને દોશોનું નિવારણ કરવું તે, એવી વ્યાખ્યા કરી છે. તેથી સમાજમાં રહેલી વિકૃતિને કાપવાનું – ડામવાનું કે નાશ કરવાનું કામ પણ શ્રીકૃષ્ણે કર્યું છે અને જગતને માર્ગદર્શન આપ્યુ છે

देवकी परमानंदम – દેવકી /સંસ્કૃતીનું પૂજન કરો.
દેવકી એટલે વેદકી સંસ્કૃતી. અને તેના વિચારોને જીવનમાં લઇ જવાવાળા લોકોને પરમ આનંદ શ્રીકૃષ્ણએ આપે છે. આવી સંસ્કૃતી માતાના ખોળામાં જ શ્રીકૃષ્ણ ઉછેરે છે. દૈવી વૃત્તિના લોકોની સાથેજ શ્રીકૃષ્ણ રહે છે ને રહ્યા છે. એટલા માટે જ શ્રીકૃષ્ણ પોતાના આવવાના કારણોમાં સૌપ્રથમ કારણ परित्राणाय साधुनाम – બતાવ્યું છે. સતવિચારો અને સતભાવથી નિર્માણ થયેલો આનંદ જયારે પોતાના જીવનની સાથે બીજાના જીવનમાં (પર એટલે બીજો, શ્રેષ્ઠ , સુક્ષમાં વગેરે ) પણ લઇ જવાનો પ્રયત્ન થાય ત્યારે પરમાનંદ કહેવાય છે / થાય છે. અને એ જ કાર્ય, સંસ્કૃતી ઉભી કરનાર લોકોએ કર્યું છે, અને તે આપણે પણ કરવાનું છે. જો આપણે સતત પરમ આનંદ ની પ્રાપ્તિના કાર્ય માં. આ દૈવી સંસ્કૃતિના કાર્યમાં લાગેલા રહીશું તો ભગવાન આપણી સાથે છે જ.

कृष्णं वन्दे जगदगुरुम : પ્રભુકી / એટલે શ્રીકૃષ્ણનું દર્શન થશે.
આમ પ્રકૃતિ તરફ ભોગની નહિ પણ ભાવની, ભાકીની અને અંતે ભદ્ર દૃષ્ટિ બતાવનાર કે આપનાર ( અ. ૧૦ વિભૂતિયોગ) શ્રીકૃષ છે તેથી શ્રીક્રુષણ જગતના ગુરૂ છે.
દાનવી પ્રકૃતિના લોકો કેવા હોય તેમનામાં ક્યાં દુર્ગુણો હોય અને તેમનું પરિણામ શું છે તે (અ. ૧૬ અને તામસી પ્રકૃતિના લોકોનું વર્ણન કરીને – તામસી- યજ્ઞ, દાન, તાપ, સુખ, કાર્ય, કાર્યકર, જ્ઞાન બધુજ બતાવ્યું છે.) બતાવ્યું છે – તેથી શ્રીકૃષ્ણ જગતનો ગુરૂ છે અને સાત્વિક વૃત્તિના લોકોના એક એકથી ચઢતા એવા સ્ટેજ બતાવ્યા છે. અંતે, ભગવાનના થવાનું છે તો શું થવાનું છે. પુત્ર, સખા, પ્રિયા તે પણ ભગવાન શ્રીકૃષ્ણે બતાવ્યું છે. અને તેથી પણ આગળ ભગવદ રૂપ થવાનું સ્પષ્ટ માર્ગદર્શન ગીતા દ્વારા શ્રીકૃશને આપ્યું છે, તેથી શ્રીકૃષ્ણ જગતના ગુરૂ છે.
જેમ માનવીને જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ એકજ ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સમાંથી મળી રહે તેવી રીતે જીવન ઉત્પત્તિ થી માંડીને પ્રભુરૂપ થઇ જવા સુધીની બધીજ વાત આપણે એક શ્રીકૃષ્ણના જીવનમાંથી મળી રહે છે તેથી માનવ જીવનને માટે શ્રીકૃષ્ણ એ ‘ડીપાર્ટમેન્ટલ સ્ટોર’ છે. તેથી શ્રીકૃષ્ણ જગતના ગુરૂ છે.
બીજું એ કે બાહ્ય જગતમાં આપને જુદી જુદી લાઈનના એક્ષપર્તને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ છીએ કે શીખ કેળવીએ છીએ. જેમ કે બેસ્ટ ક્રિકેટર , બેસ્ટ સિંગર , બેસ્ટ પોલીટીસિયન, બેસ્ટ વેપારી, બેસ્ટ ઉદ્યાગપતી, બેસ્ટ એકટર વગેરે. આમ દરેકે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈને કોઈ બેસ્ટ વ્યક્તિને તે લાઈન માં માર્ગદર્શક ગુરૂ ગણીને ચાલે છે. તેવીજ રીતે આંતરિક જગતમાં બેસ્ટ વિદ્યાર્થી , બેસ્ટ કાર્યકર, બેસ્ટ નેતા, બેસ્ટ સન્યાસી , બેસ્ટ બ્રાહમણ, બેસ્ટ ભક્ત, બેસ્ટ પંડિત આ બધુજ દેખાડ્યું છે. આમ સમગ્ર જીવન દેખાડનાર, માર્ગદર્શન આપનાર અને જીવી દેખાડનાર હોવાથી શ્રીકૃષ્ણ અખા જગતના ગુરૂ છે.
જેમ ભગવાનેજ આખું જગત નિર્માણ કર્યું છે તેમ આપણું પણ એક નાનું જગત છે. આ નાના જગત એટલે કે કુટુંબને માર્ગદર્શન આપનાર શ્રીકૃષ્ણ છે. પુત્ર, ભાઈ, સખા, નેતા, સંસારી બધીજ રીતે આપના જીવનને માર્ગદર્શન શ્રીકૃષ્ણ પાસેથીજ મળશે તેથી પણ શ્રીકૃષ્ણ દરેકના જગત ગુરૂ છે .
તેના થી પણ આગળ એવું કહેવાય છે કે જે બ્રમ્હાંડ છે તેજ પીંડ છે એટલે કે દરેકે દરેક વ્યક્તિનું શરીર એક જગત છે. તો પોતાના શરીર, ઇન્દ્રિયો મન, બુદ્ધિ અને આત્માને કેમ રાખવાના, શું કરવાનું, તેનો કઈ રીતે વિકાસ થઇ શકે અને ઉર્ધ્વગતી પામી શકે તેનું પણ સ્પષ્ટ માર્ગદર્શન ગીતા દ્વારા શ્રીકૃષ્ણે કર્યું છે, તેથી શ્રીકૃષ્ણ આખા જગતના ગુરૂ છે.
આર્થિક, સામાજિક, રાજકીય કે રાષ્ટ્રીય, ધાર્મિક અને અધ્યાત્મિક જીવનના દર્શનના બારામાં શ્રીકૃષ્ણ નો જોટો જડે તેમ નથી. એવું જીવન તેમણે સ્પષ્ટ બતાવ્યું છે, તેથી શ્રીકૃષ્ણ આખા જગતના ગુરૂ છે.
એક ભાઈએ કહ્યું કે ‘૧૬૧૦૮ પત્નીઓ કરનાર શ્રીકૃષ્ણ “ભગવાન” કઈ રીતે હોઈ શકે! અને લોકોનું શું માર્ગદર્શન આપી શકે?’ ત્યારે તમને જવાબ અપતા કહ્યું કે ‘એક પત્ની, અરે બહુ બહુ તો બે પત્ની, કરનાર માણસ કંટાળી જાય છે અને જીવનથી હાત ધોઈ નાખે છે. તો પછી ૧૬૧૦૮ પત્નીઓને જીવનમાં સ્થાન આપનાર શ્રીકૃષ્ણ “ભગવાન” નહિ તો બીજા કોણ હોય?’ કોઈ પણ સમસ્યા કે પ્રશ્નનો ઉકેલ શ્રીકૃષ્ણના જીવનમાંથી મલશેજ એ અનંત પ્રશ્નો હોવા છતા तुष्यन्ति च रमन्ति च …… નો જીવન સંદેશ આપનાર શ્રીકૃષ્ણ ખરા અર્થમાં જગતગુરૂ છે.
જેમ કાપડની મીલના માલિક ફેશન શો યોજીને બતાવે છે કે આવ કપડા અઅ સ્ટાઈલથી પહેરશો તો આપને ખુબજ સુંદર લાગશે, તેવી રીતે આ જગતનો માલિક શ્રીકૃષ્ણ અહી આવીને બતાવી ગયો કે આપને મળેલું જીવનરૂપી વસ્ત્ર આ રીતે પહેરશો એ સજાવશો તો આપને ખુબજ સુંદર લાગશે. આમ પ્રત્યેક માનવીને એક મોડેલના રૂપમાં શ્રીકૃષ્ણજ માર્ગદર્શન આપે છે તેથી શ્રીકૃષ્ણ ખરા અર્થમાં જગદગુરુ છે.

12 ટિપ્પણીઓ (+add yours?)

  1. Isha
    સપ્ટેમ્બર 15, 2010 @ 13:54:40

    Good one..Very Different style of writing….Today’s Generation would love to read and will be able to understand Krishna in a very easy way….
    Keep going
    Waiting for…more…

    જવાબ આપો

  2. Bhumi
    સપ્ટેમ્બર 15, 2010 @ 16:39:15

    Very Nice.
    Just amazing.

    જવાબ આપો

  3. Trackback: SHREE KRISHNA / कृष्णं वन्दे जगद्गुरु « Santosh Bhatt's Blog
  4. anjali
    સપ્ટેમ્બર 16, 2010 @ 02:00:31

    Very appreciable work

    જવાબ આપો

  5. nita shah
    સપ્ટેમ્બર 16, 2010 @ 10:37:53

    shree krishna….!!! krishna bhagwan ne samjva khub j jatil che,pan tene samjavnar vyakti saral hoy to temne samjava khub j saral nahi pan hraday-sparshi hoy che j……khub khub abhar sathe,

    જવાબ આપો

  6. રૂપેન પટેલ
    સપ્ટેમ્બર 18, 2010 @ 14:21:48

    આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

    જવાબ આપો

Leave a reply to anjali જવાબ રદ કરો