ભગવાને મનુષ્યને માટીથી કેમ ઘડ્યો?

ભગવાને મનુષ્યને માટીથી કેમ ઘડ્યો? આ શરીર ક્ષેત્ર કેમ?
માટીમાંથી મનુષ્યનું સર્જન થતું હતું ત્યારે દેવો જોવા આવી ચડ્યા. ભગવાનપાસે આટલો વૈભવ છે તો સોના-ચાંદી માંથી કેમ મનુષ્યને નાં બનાવ્યો? ભગવાનને અપૂર્વ સર્જનનો આનંદ થતો હતો કે આનાથી વધુ ઉત્કૃષ્ટ મારું કોઈ સર્જન નથી – ‘સર્વોત્કૃષ્ટ સર્જન ‘ પરમાત્માએ પોતાની ભાવના પ્રગટ કરતા કહ્યું, ‘જુઓ, હમેશા મહાન બનવું હોય તો સામાન્યથી એનો આરંભ થાય’ ત્યારે દેવો એ કહ્યું ‘પણ માટીનો ઉપયોગ શા માટે?’ પરમાત્મા એ કહ્યું ‘સોના-ચાંદીમાં તમે કોઈ વસ્તુને ઉગતી જોઈ ખરી? માટીમ ઉગવાની -વિકાસવાની શક્તિ પડેલી છે!’
એજ રીતે મનુષ્યમાં અનેક પ્રકારની આશાઓ અને સંભાવનાઓ રહેલી છે. એ ઉગી શકે છે, વિકસી શકે છે, માનવી જીવનનું ધ્યેય સાર્થક થાય .
अनित्यं, असुखंलोकं, इमं, प्राप्य भजस्वमाम – ગીતા. દેવો પાસે અપાર વૈભવ વિલાસ છે, પણ વિકાસની શક્યતા નથી.

Advertisements

ગજાનન ગુણોના ભંડાર

કશ્યપઋષિ આશ્રમમાંશ્રી ગણેશને ઉપનયન સંસ્કાર થયા ઋષીએ તેમને શસ્ત્રાસ્ત્રોની ભિક્ષા આપી. ભિક્ષામાં ગણેશને વરુણ પાસેથી પાશ મળ્યો અને શિવાજીએ ત્રિશુલ અને પરશુરામની માતા રેણુકાએ ફરસો દીધો. શત્રુઓનો નાશ કરવા અનેક દેવોએ શસ્ત્રો આપ્યા.

मृत्योरहम ब्रह्मचारी (अथर्ववेद ) – મૃત્યુને આલિંગન દેનાર બ્રહ્મચારી બનીને ઘરની બહાર નીકળતા.
તપોવનમાં તેને સાદગી, સમતા યોગ અને ઓજસ્વી અને તેજસ્વી બને તે માટે સ્વતંત્ર શિક્ષણ આપવામાં આવતું.સમાજમાં શાંતિ સ્થાપના માટે શિક્ષણમાં સમાનતા રહેતી. કોઈ ઊંચ-નીચ નહિ કે ગરીબ તવંગર નહિ, બધા સરખા. વસુધૈવ કુટુમ્બકમની ભાવના નિર્માણ કરવાવાળું સ્વતંત્ર શિક્ષણ અપાતું. એમને યોગ માં યમ, નિયમ,આસન અને પ્રાણાયામ આ ચાર વાતો બધા માટે રહેતી. ગુરુકુલ માં વિદ્યાર્થીઓ સૂર્યનમસ્કાર કરી અઠ્ઠા-કઠ્ઠા થતા હતા, સ્વતંત્ર વિચારના, ધ્યેયવાદી, શિષ્ટ, બલિષ્ઠ અને દૃઢ મનોબળ અને નિર્ભય એવા એ કે ભગવાન સિવાય કોઈની સામે ઝૂકતો નહતો. એનામાં દેવોના જેવું ઉત્તમ આચરણ કરે તેવા ગુણ ને દેવો જેવું એ કામ કરતો.
આ કઠોર અનુશાસનના પાલનથી વિનાયક – ગણેશ આગળ જતા નેતા બન્યા – જેમની આજે દેવરૂપે પૂજા થાય છે. આ દેવો ગ્રંથોમાં જ પડ્યા રહે તો તેનો કોઈ અર્થ નથી પણ તેમના જીવનચરીત્રોનો અભ્યાસ કરી આચરણ કરવાથી માર્ગદર્શક બની રહે છે. તેઓ અમારા માટે આદર્શરૂપ છે. તેમના રસ્તે અમે ચાલીએ.
ગણેશ : શંકર પાર્વતીના પુત્ર. ભૂતસ્થાન એટલે કે ભૂતન ની રાજધાની કૈલાસમાં જન્મ.
એ વખતે ભૂતજાતી ગંદગીમાં ખદબદતી અને ઘૃણાસ્પદ હતી. પણ ગણેશે વિદ્યાભ્યાસ પૂર્ણ કાર્ય પછી ૧૦ વર્ષમાં જ રાષ્ટ્રની સંગાથના કરી, તેની ઉન્નતી કરી. એટલે ભૂતજાતીને સન્માન મળ્યું સાથે ગણેશને અગ્રપૂજાનું સન્માન મળ્યું. ગણેશનું શરીર વિચિત્ર હતું, સુંદર ના હતું, પણ લાલ અને ગોરા હતા. પણ બધાની સાથે હસીને વાતો કરતા હતા અને એમનું શરીર મલ્લ જેવું અને નીરોગી હતું. તેઓ બધાજ અસ્ત્ર – શસ્ત્ર ચલાવી જાણતા. જીવન સાદું પર ઉચ્ચ વિચારો , એમની તેજસ્વી બુધ્દી અને વિદ્યાને કરને તેમનો ખબ પ્રભાવ અન્ય ઉપર પડતો.
કાર્તિકેય જેમ દેવોની સેનાના સેનાપતિ તેમ ગણપતિ પણ પ્રસિદ્ધ સેનાતી અને રાષ્ટ્રસંઘટકના રૂપ માં પ્રખ્યાત હતા. ગણેશ બુધ્દીમાન, પ્રજ્ઞાસંપન્ન, દુરન્દેશી અને યોગ્ય નિર્ણાયક હતા. ગુપ્ત યોજના બનાવતા – કાર્ય થયા પછીજ લોકોને ખબર પડતી. कृतमेवास्य जानन्ति सर्वे पंडित उच्चते તેઓ મહાન વિદ્વ્ન, એક ગ્રંથલેખક, ગ્રંથતત્વજ્ઞ, શાસ્ત્રોના મર્મને સમજવાવાલા હતા. એટલે તેમને મહાન પદવીઓ પણ પ્રાપ્ત થઇ છે. (વ્યાસ અને ગણપતી- મહાભારતના લેખક) પાખંડવાદ ના ખંડક હતા. બ્રહ્મવિદ્યા માં પરિપૂર્ણ અને ઉત્તમ વક્તા હતા. તેથી તેમની યોજનાઓ જદ્વાડી નહિ પણ અધ્યાત્મ વિદ્યા યુક્ત હતી.
ગણેશ વેદ અને અન્ય શાસ્ત્રોમાં નિષ્ણાત , ઇતિહાસ મર્મજ્ઞ, અને ઉત્તમ ગણિતજ્ઞ હતા એટલેજ તેઓ “ગનીતાગમસાર્વિત, ગણક્શ્લાઘ્ય વગેરે નામોથી ખ્યાતનામ થયા. તેઓ ખગોળ ગણિત માં પણ નિષ્ણાત હતા. તદઉપરાંત ગણેશ વૈદ્યશાસ્ત્ર અને ચિકીત્સાશાસ્ત્રમાં નિષ્ણાત હતા, તો એક યોગી અને કુશળ ગાયક પણ હતા.
વસ્તી ગણતરી:- ગણેશે ભુત્સ્થાની વિગતવાર વસ્તી ગણતરી કરી.
સ્ત્રી, પુરુષો, યુવનો બાળકો ,ધંધો -રોજગાર, બેરોજગાર કુશળ અને બુધ્દીમાન લોકોની ગણના કરી, રાષ્ટ્રહિતની બહુ મોટી વાત પ્રસ્થાપિત કરી.
‘ગણ’નો અર્થ થાય છે ગણેલા લોકોનો સમૂહ, તે ગણના મંડળ બનાવ્યા અને ગણાધ્યક્ષ ની નિયુક્તિ કરી. ગણમંડળ ઉપર એક નાયક અને અનેક નાયક નાયકો પર એક વિનાયક ની નિયુક્તિ કરી. તેના પર ‘ પતિ, નાથ’ આડી અધિકારીઓની નિયુક્તિ કરી. રાષ્ટ્રનિર્માણ યોજન સાકાર કરી.
ગ્રંથાલય (knowledge), ઔષધાલય (health) , શિક્ષનાલાય (education), સંરક્ષનાલય (નિર્ભયતા) ખોલીને પ્રજાહિતના કર્યો શરુ કર્યા .
ગણેશ એક સાચા વિઘ્નહર્તા હતા. તેઓએ ગુંડાઓ પર નિયંત્રણ કરવા માટે ગણગર્વહર્તા, દંડનાયકવગેરે પદાધિકારીઓને નિયુક્ત કરી કાર્યાન્વિત કાર્ય.
અનુશાસન વગર સંગઠન નહિ અને સંગઠનના અભાવ માં પ્રગતિ નહિ’ આ સચ્ચાઈ સ્વીકારીને ગણેશે રાષ્ટ્ર માં અનુશાસનનું ઉલ્લંઘન કરનારને દંડિત કરવામાં આવતા. ભૂતજાતી સશક્ત અને હિંસક ઓ હતીજ તેની સંગઠનાકરીને તેમનું સૈન્ય બનવી ધીધુ. કાર્તિકેયની અધ્યક્ષતામાં સેનાની રચના કરી. પોતાની જાતિનું સન્માન વધારવા અન્ય દેશને પણ સેનાની મદદ શરુ કરી. વીરભદ્ર ની સેનાનું પરાક્રમ અદ્વિતીય છે. ગણેશે બધા દેવોને પોતાની જતી તરફથી મદદ પહોંચાડી અને ગૌરવ નું સ્થાન પ્રાપ્ત કર્યું. જાતિમાંથી તુંચ્છતા કાપી નાખી. અને એટલેજ તેઓ વિઘ્નહર્તા અને વિઘ્નકર્તા કહેવાયા અને તેમને અગ્રપૂજા શરુ થઇ.
અનુશાસન વગર સંગઠન નહિ અને સંગઠનના અભાવ માં પ્રગતિ નહિ’ આ સચ્ચાઈ સ્વીકારીને ગણેશે રાષ્ટ્ર માં અનુશાસનનું ઉલ્લંઘન કરનારને દંડિત કરવામાં આવતા. ષડાનન કાર્તિકેયની અધ્યક્ષતામાં સેનાની રચના કરી. પોતાની જાતિનું સન્માન વધારવા અન્ય દેશને પણ સેનાની મદદ શરુ કરી. વીરભદ્ર ની સેનાનું પરાક્રમ અદ્વિતીય છે. ગણેશે બધા દેવોને પોતાની જતી તરફથી મદદ પહોંચાડી અને ગૌરવ નું સ્થાન પ્રાપ્ત કર્યું. જાતિમાંથી તુંચ્છતા કાપી નાખી. અને એટલેજ તેઓ વિઘ્નહર્તા અને વિઘ્નકર્તા કહેવાયા અને તેમને અગ્રપૂજા શરુ થઇ.
આ રીતે રાષ્ટ્રોધ્ધારક ‘ગણપતિ’ તરીકે ગણેશપુરાણ માં વર્ણન કર્યું છે. ( અને સાતવલેકરજી એ સુંદર વર્ણન કર્યું છે.)
ભાદ્રપદ સુદ ૪ ભગવાન ગણેશની પ્રગાટયતિથી.
વિઘ્નેશ્વર ગણેશમાં ‘ વિઘ્ન’ કોને કહેવાય તે પ્રથમ સમજી લેવું જરૂરી છે. विशेषम घ्नन्ति इति विघ्नं – જે વિશેષનો નાશ કરે છે તે ‘વિઘ્ન’
વિશેષ એટલે –
વિવેક – વિચારપૂર્ણ દૃષ્ટી
વિશ્વાસ – ભાવપૂર્ણ ભક્તિ
વિજય – સંકલ્પપૂર્ણ શક્તિ જે આપડે ભગવાન ગણેશ પાસેથી મેળવવાના.

कृष्णं वन्दे जगद्गुरु

वसुदेवसुतं देवं कंस चाणूर मर्दनम
देवकी परमानंदम कृष्णं वन्दे जगद्गुरु

वसुदेव सुतं – માનવકી / પ્રકૃતિનું મનન કરો.
વસું એટલે પૃથ્વી તેના દેવ અને તેમના પુત્ર શ્રીકૃષ્ણ છે. પૃથ્વી એટલે પ્રકૃતિ અને અનંત વિષયોનો ભંડાર ( આ પ્રકૃતિ એ પ્રભુનું સર્જન છે તેથી તેના તરફ સૌન્દર્યની પૂજનીય નજર હોવી જોઈએ.) આ પૃથ્વી માહેલા વિષયોની સાથે શ્રીકૃષ્ણ રમ્યા છે. તેમને વિષયોને છોડ્યા કે તરછોડ્યા નહિ અને તેમને જકડયા કે પકડ્યા પણ નહિ પણ આ પૃથ્વીના વિષયોને રમાડ્યા છે. જેમ નાનું બાળક મો માં ગોળી રમાડે ને તેનો સ્વાદ માને તેમ શ્રીકૃષ્ણે (બાળલીલાઓ માંની એક લીલામાં બતાવ્યું છે તેમ) સમગ્ર વિશ્વને પોતાના મુખમાં બતાવ્યું છે. આમ શ્રીકૃષ્ણ જગત કરતા મોટા છે. તેથી આખા જગતના ગુરુ છે. એમ આપણાં ઋષીઓ કહે છે .
कंस चाणूर मर्दनं- દાનવકી / વિકૃતિનું હનન કરો.
જેમ આપણે ખેતરમાં સારો પાક ઉગાડીએ તો જોડે નિંદામણ – ઘાસ પણ ઉગે છે . આ સારા પાકના રક્ષણ માટે આ નિંદામણને ઉખેડી કાપવું પડે છે કે તેનો નાશ કરવો પડે છે. તેમ સંસ્કૃતી એટલે ગુણોનું આરોપણ કરવું અને દોશોનું નિવારણ કરવું તે, એવી વ્યાખ્યા કરી છે. તેથી સમાજમાં રહેલી વિકૃતિને કાપવાનું – ડામવાનું કે નાશ કરવાનું કામ પણ શ્રીકૃષ્ણે કર્યું છે અને જગતને માર્ગદર્શન આપ્યુ છે

देवकी परमानंदम – દેવકી /સંસ્કૃતીનું પૂજન કરો.
દેવકી એટલે વેદકી સંસ્કૃતી. અને તેના વિચારોને જીવનમાં લઇ જવાવાળા લોકોને પરમ આનંદ શ્રીકૃષ્ણએ આપે છે. આવી સંસ્કૃતી માતાના ખોળામાં જ શ્રીકૃષ્ણ ઉછેરે છે. દૈવી વૃત્તિના લોકોની સાથેજ શ્રીકૃષ્ણ રહે છે ને રહ્યા છે. એટલા માટે જ શ્રીકૃષ્ણ પોતાના આવવાના કારણોમાં સૌપ્રથમ કારણ परित्राणाय साधुनाम – બતાવ્યું છે. સતવિચારો અને સતભાવથી નિર્માણ થયેલો આનંદ જયારે પોતાના જીવનની સાથે બીજાના જીવનમાં (પર એટલે બીજો, શ્રેષ્ઠ , સુક્ષમાં વગેરે ) પણ લઇ જવાનો પ્રયત્ન થાય ત્યારે પરમાનંદ કહેવાય છે / થાય છે. અને એ જ કાર્ય, સંસ્કૃતી ઉભી કરનાર લોકોએ કર્યું છે, અને તે આપણે પણ કરવાનું છે. જો આપણે સતત પરમ આનંદ ની પ્રાપ્તિના કાર્ય માં. આ દૈવી સંસ્કૃતિના કાર્યમાં લાગેલા રહીશું તો ભગવાન આપણી સાથે છે જ.

कृष्णं वन्दे जगदगुरुम : પ્રભુકી / એટલે શ્રીકૃષ્ણનું દર્શન થશે.
આમ પ્રકૃતિ તરફ ભોગની નહિ પણ ભાવની, ભાકીની અને અંતે ભદ્ર દૃષ્ટિ બતાવનાર કે આપનાર ( અ. ૧૦ વિભૂતિયોગ) શ્રીકૃષ છે તેથી શ્રીક્રુષણ જગતના ગુરૂ છે.
દાનવી પ્રકૃતિના લોકો કેવા હોય તેમનામાં ક્યાં દુર્ગુણો હોય અને તેમનું પરિણામ શું છે તે (અ. ૧૬ અને તામસી પ્રકૃતિના લોકોનું વર્ણન કરીને – તામસી- યજ્ઞ, દાન, તાપ, સુખ, કાર્ય, કાર્યકર, જ્ઞાન બધુજ બતાવ્યું છે.) બતાવ્યું છે – તેથી શ્રીકૃષ્ણ જગતનો ગુરૂ છે અને સાત્વિક વૃત્તિના લોકોના એક એકથી ચઢતા એવા સ્ટેજ બતાવ્યા છે. અંતે, ભગવાનના થવાનું છે તો શું થવાનું છે. પુત્ર, સખા, પ્રિયા તે પણ ભગવાન શ્રીકૃષ્ણે બતાવ્યું છે. અને તેથી પણ આગળ ભગવદ રૂપ થવાનું સ્પષ્ટ માર્ગદર્શન ગીતા દ્વારા શ્રીકૃશને આપ્યું છે, તેથી શ્રીકૃષ્ણ જગતના ગુરૂ છે.
જેમ માનવીને જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓ એકજ ડીપાર્ટમેન્ટલ સ્ટોર્સમાંથી મળી રહે તેવી રીતે જીવન ઉત્પત્તિ થી માંડીને પ્રભુરૂપ થઇ જવા સુધીની બધીજ વાત આપણે એક શ્રીકૃષ્ણના જીવનમાંથી મળી રહે છે તેથી માનવ જીવનને માટે શ્રીકૃષ્ણ એ ‘ડીપાર્ટમેન્ટલ સ્ટોર’ છે. તેથી શ્રીકૃષ્ણ જગતના ગુરૂ છે.
બીજું એ કે બાહ્ય જગતમાં આપને જુદી જુદી લાઈનના એક્ષપર્તને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ છીએ કે શીખ કેળવીએ છીએ. જેમ કે બેસ્ટ ક્રિકેટર , બેસ્ટ સિંગર , બેસ્ટ પોલીટીસિયન, બેસ્ટ વેપારી, બેસ્ટ ઉદ્યાગપતી, બેસ્ટ એકટર વગેરે. આમ દરેકે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈને કોઈ બેસ્ટ વ્યક્તિને તે લાઈન માં માર્ગદર્શક ગુરૂ ગણીને ચાલે છે. તેવીજ રીતે આંતરિક જગતમાં બેસ્ટ વિદ્યાર્થી , બેસ્ટ કાર્યકર, બેસ્ટ નેતા, બેસ્ટ સન્યાસી , બેસ્ટ બ્રાહમણ, બેસ્ટ ભક્ત, બેસ્ટ પંડિત આ બધુજ દેખાડ્યું છે. આમ સમગ્ર જીવન દેખાડનાર, માર્ગદર્શન આપનાર અને જીવી દેખાડનાર હોવાથી શ્રીકૃષ્ણ અખા જગતના ગુરૂ છે.
જેમ ભગવાનેજ આખું જગત નિર્માણ કર્યું છે તેમ આપણું પણ એક નાનું જગત છે. આ નાના જગત એટલે કે કુટુંબને માર્ગદર્શન આપનાર શ્રીકૃષ્ણ છે. પુત્ર, ભાઈ, સખા, નેતા, સંસારી બધીજ રીતે આપના જીવનને માર્ગદર્શન શ્રીકૃષ્ણ પાસેથીજ મળશે તેથી પણ શ્રીકૃષ્ણ દરેકના જગત ગુરૂ છે .
તેના થી પણ આગળ એવું કહેવાય છે કે જે બ્રમ્હાંડ છે તેજ પીંડ છે એટલે કે દરેકે દરેક વ્યક્તિનું શરીર એક જગત છે. તો પોતાના શરીર, ઇન્દ્રિયો મન, બુદ્ધિ અને આત્માને કેમ રાખવાના, શું કરવાનું, તેનો કઈ રીતે વિકાસ થઇ શકે અને ઉર્ધ્વગતી પામી શકે તેનું પણ સ્પષ્ટ માર્ગદર્શન ગીતા દ્વારા શ્રીકૃષ્ણે કર્યું છે, તેથી શ્રીકૃષ્ણ આખા જગતના ગુરૂ છે.
આર્થિક, સામાજિક, રાજકીય કે રાષ્ટ્રીય, ધાર્મિક અને અધ્યાત્મિક જીવનના દર્શનના બારામાં શ્રીકૃષ્ણ નો જોટો જડે તેમ નથી. એવું જીવન તેમણે સ્પષ્ટ બતાવ્યું છે, તેથી શ્રીકૃષ્ણ આખા જગતના ગુરૂ છે.
એક ભાઈએ કહ્યું કે ‘૧૬૧૦૮ પત્નીઓ કરનાર શ્રીકૃષ્ણ “ભગવાન” કઈ રીતે હોઈ શકે! અને લોકોનું શું માર્ગદર્શન આપી શકે?’ ત્યારે તમને જવાબ અપતા કહ્યું કે ‘એક પત્ની, અરે બહુ બહુ તો બે પત્ની, કરનાર માણસ કંટાળી જાય છે અને જીવનથી હાત ધોઈ નાખે છે. તો પછી ૧૬૧૦૮ પત્નીઓને જીવનમાં સ્થાન આપનાર શ્રીકૃષ્ણ “ભગવાન” નહિ તો બીજા કોણ હોય?’ કોઈ પણ સમસ્યા કે પ્રશ્નનો ઉકેલ શ્રીકૃષ્ણના જીવનમાંથી મલશેજ એ અનંત પ્રશ્નો હોવા છતા तुष्यन्ति च रमन्ति च …… નો જીવન સંદેશ આપનાર શ્રીકૃષ્ણ ખરા અર્થમાં જગતગુરૂ છે.
જેમ કાપડની મીલના માલિક ફેશન શો યોજીને બતાવે છે કે આવ કપડા અઅ સ્ટાઈલથી પહેરશો તો આપને ખુબજ સુંદર લાગશે, તેવી રીતે આ જગતનો માલિક શ્રીકૃષ્ણ અહી આવીને બતાવી ગયો કે આપને મળેલું જીવનરૂપી વસ્ત્ર આ રીતે પહેરશો એ સજાવશો તો આપને ખુબજ સુંદર લાગશે. આમ પ્રત્યેક માનવીને એક મોડેલના રૂપમાં શ્રીકૃષ્ણજ માર્ગદર્શન આપે છે તેથી શ્રીકૃષ્ણ ખરા અર્થમાં જગદગુરુ છે.